¡Sorpréndeme!

અભિષેક વર્માએ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો, સૌરભ ચૌધરીને બ્રોન્ઝ

2019-08-30 93 Dailymotion

ભારતના અભિષેક વર્માએ ગુરુવારે મોડી રાત્રે બ્રાઝિલમાં શૂટીંગ વર્લ્ડ કપમાં મેન્સ 10મી એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો આ ઇવેન્ટમાં સૌરભ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તુર્કીના ઇસ્માઇલ કેલસે સિલ્વર મેડલ મળ્યો બીજી બાજુ સંજીવ રાજપૂતે મેન્સ 50 મી રાઇફલમાં (3 પોઝિશન્સ) સિલ્વર મેડલ જીત્યો હતો આ સાથે જ આવતા વર્ષે ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું સંજીવ ઓલિમ્પિક ક્વોટા પ્રાપ્ત કરનાર ભારતનો આઠમો શૂટર છે આ પહેલા અંજુમ મૌદગીલ, અપુરવી ચંદેલા, સૌરભ ચૌધરી, અભિષેક વર્મા, દિવ્યાંશ સિંહ, રાહી સરનોબત અને મનુ ભાકર ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરી ચૂક્યા છે ભારત બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે