¡Sorpréndeme!

બગસરાના ઘંટીયાણ ગામમાં વાડીમાં ભરનિંદ્રામાં સૂતેલા ખેતમજૂર પર દીપડાએ હુમલો કરતા મોત

2019-08-29 815 Dailymotion

અમરેલી:બગસરાના ઘંટીયાણ ગામની સીમમાં ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાકેશભાઇ તાવીયાડ (ઉ30) પર ગત રાત્રે દીપડાએ હુમલો કરતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ખેતરમાં પરિવાર સાથે રહી ખેતમજૂરી કરી વાડીમાં જ રાત્રે સુતા હતા ત્યારે મોડી રાત્રે દીપડાએ તેને ગળાના ભાગે પકડી હુમલો કર્યો હતો ગળાના ભાગે દીપડાના દાંત બેસી ગયા હોવાથી તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું

બૂમાબૂમ કરતા પરિવાર જાગી ગયો

દીપડાએ હુમલો કરતા રાકેશભાઇએ બૂમાબૂમ કરી મુકી હતી આથી પરિવાર જાગી જતા હાકલા પડકારા કરતા દીપડો રાકેશભાઇને બોચીમાંથી મુકી નાસી છૂટ્યો હતો બાદમાં પરિવારે રાકેશભાઇને હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ તેઓ મૃત જાહેર થયા હતા ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી દીપડાને પાંજરે પૂરવા કાર્યવાહી હાથ ધરી છે