¡Sorpréndeme!

સૌરાષ્ટ્રમાં વરસાદ, રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાં મેઘરાજાએ બીજી ઇનિંગ શરૂ કરી

2019-08-28 257 Dailymotion

રાજકોટ:સૌરાષ્ટ્રમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ત્યારે રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાં ફરી વરસાદની શરૂઆત થઈ છે કાલાવડ સહિતના તાલુકામાં મેઘરાજાએ બીજી ઇનિંગની શરૂઆત કરી છે પાકને વરસાદની જરૂરિયાત હતી અને મેઘરાજા મહેરબાન થયા હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે રાજકોટમાં એક કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે આ સાથે રાજકોટ-ગોંડલ ચોકડીએ 1 ઇંચ, નાનમવા ચોકડી વિસ્તારમાં 1 ઇંચ અને સેન્ટ્રલ રાજકોટમાં 6 મિમી વરસાદ નોંધાયો છે