¡Sorpréndeme!

ઉપરવાસમાં ભારે વરસાદથી 7 ડેમ ઓવરફ્લો, મધ્ય ગુજરાતની 6 નદીઓ ગાંડીતુર, કાંઠાના વિસ્તારો એલર્ટ

2019-08-27 1 Dailymotion

અમદાવાદ:હવામાન વિભાગાની આગાહીના પગલે ગુજરાતભરમાં વરસાદી માહોલ છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે 7 ડેમો ઓવરફ્લો થયા છે જ્યારે મધ્ય ગુજરાતની 6 નદીઓ ગાંડીતુર બની છે કડાણા, વણાકબોરી, પાનમ, આજવા, સુખી, સરદાર સરોવર, અને ઉકાઈ ડેમ ઓવરફ્લો થયા છે છોટાઉદેપુરમાં ભારે વરસાદના પગલે ઓરસંગ, કરા, અશ્વિન, હેરણ, મહી અને વિશ્વામિત્રી નદીઓ ગાંડીતુર બની છે નદીની સપાટીમાં વધારો થતા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે કોઝવે પર પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે