¡Sorpréndeme!

નંદુરબારમાં બે ટોળાં આમનેસામને આવ્યાં, ટ્રેન પર પથ્થરમારાથી અનેક ઘાયલ

2019-08-27 209 Dailymotion

મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પર રવિવારે રાત્રે બાર વાગ્યાની આસપાસ કેટલાક અજાણ્યા શખ્સોએ ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રેનો પર પથ્થરમારો કર્યો હતો આ હુમલામાં અનેક મુસાફરો પણ ઘાયલ થયા હતા આ ઘાયલોને નંદુરબારના જિલ્લાના સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે
મળતી વિગતો પ્રમાણે આખી જૂથ અથડામણની પાછળ મહિલાની છેડતી જવાબદાર હતી આ છેડતી બાદ ત્યાં બે જૂથો વચ્ચેનો વિવાદ સામસામે પથ્થરમારામાં ફેરવાયો હતો આખી ઘટના થાળે પાડવા માટે જ્યારે પોલીસ ત્યાં પહોંચી હતી તો ત્યાં તેમના પર પણ એક જૂથે પથ્થરમારો કર્યો હતો પોલીસે મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં જ પોલીસે તેમના પર અશ્રૂગેસના સેલ છોડીને તેને થાળે પાડ્યો હતો પોલીસે પણ ડઝન જેટલા લોકોની ધરપકડ કરીને તેમને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરી હતી આ પથ્થરમારામાં ચાર પોલીસકર્મીઓ સહિત અન્ય 11 લોકો ઘાયલ થયા હતા