¡Sorpréndeme!

ગામલોકોએ મહાકાય મગરને પકડી દોરડે બાંધ્યો, વનકર્મીઓએ સલામત સ્થળે છોડ્યો

2019-08-26 13 Dailymotion

પનારી પાસે આવેલી માધ્યમિક શાળાની આસપાસ કેટલાય દિવસથી જોવા મળતા એક વિશાળકાય મગરને ગામલોકોએ પકડી લીધો હતો તેને પકડીને કાબૂમાં કરતા હોય તેવા કેટલાક વીડિયોઝ પણ સામે આવ્યા હતા આ ઘટના શનિવારની છે જેમાં શાળાએ મગરના ડરના કારણે વિદ્યાર્થીઓએ પણ જ્યારે જવાનું બંધ કર્યું ત્યારે ગામલોકોએ તેને પકડવા માટે કમર કસી હતી આ મહાકાય મગરને અંતે પાણીમાંથી દબોચીને તેને દોરડે બાંધવામાં સફળતા મળી હતીભયના ઓથાર નીચે જીવતા ગામલોકોએ પણ કેટલાક બહાદુર યુવકો દ્વારા તેને પકડી લેવાયો તે બાદ જ રાહતનો શ્વાસ લીધો હતો ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે પણ ત્યાં પહોંચીને આ મગરનો કબજો લઈને તેને સલામત સ્થળે છોડી મૂક્યો હતો