¡Sorpréndeme!

રાજકોટ / મહિલા કોન્સ્ટેબલ ચાલુ સ્કૂટર પર મોબાઇલમાં બિન્દાસ વાતો કરતી હોવાનો વીડિયો વાઇરલ

2019-08-26 2,143 Dailymotion

રાજકોટ: શહેરમાં હેલ્મેટ વગર, મોબાઇલ પર વાતચીત કરતા ટુ વ્હિલર પર નીકળતા વાહનચાલકોને સીસીટીવી કેમેરામાં કેદ કરી પોલીસ દ્વારા ઇ-ચલણ ફટકારવામાં આવે છે, વિવિધ નિયમોના ભંગ બદલ ફટકારાતા ઇ ચલણથી શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે, પરંતુ કાયદાના દંડા સામે કોઇ અવાજ ઉઠાવી શકતું નથી, પરંતુ નિયમ તો તમામ માટે એક સમાન જ હોય, પોલીસને નિયમનો ભંગ કરવાની કોઇએ સત્તા આપી છે?, કે ખાખી વર્દીને કારણે તેમની સામે કાર્યવાહી કોણ કરે?, શહેરના ગોંડલ રોડ પરથી એક મહિલા પોલીસ વર્દીમાં ટુ વ્હિલર પર નીકળી હતી અને ચાલુ વાહને મોબાઇલ પર બિન્દાસ્ત વાતો કરતી હતી, મહિલા પોલીસનું આ કરતૂત જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધું હતું