વડોદરાઃ 21મી સદીમાં સુખ સુવિધાઓ વધવાની સાથે સાથે કેટલીક ગંભીર સમસ્યાઓ ઉભી થઈ રહી છે આ સમસ્યાઓમાંની એક એટલે પ્રદૂષણ તેમાં પણ વૃદ્ધોને પ્રદૂષણની વધુ અસર થતી હોય છે પરંતુ આ તમામ સમસ્યાઓ વચ્ચે પણ સિનિયર સિટીઝન રસ્તો શોધીને કંઈકને કંઈક નવું કરતા રહે છે વડોદરાથી 10 કિમી દૂર સાકરીયા ગામની સીમમાં આવેલી અથશ્રી રેસિડેન્સી તો સિનિયર સિટીઝન માટે એકદમ આશીર્વાદરૂપ છે આ રેસિડન્સીમાં IAS જેવા ઉચ્ચ હોદ્દાઓ ઉપરથી નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝન રહે છે તેમજ થોડા સમય પહેલા મરાઠી એક્ટ્રેસ સુષ્મા દેશપાંડેએ પણ અહીં ફ્લેટ ખરીદ્યો છે સામાન્ય રીતે સિનિયર સિટીઝન પોતાના સંતાનો સાથે રહેતા હોય છે પરંતુ આ સોસાયટીમાં સંતાનો પોતાના માતા-પિતા સાથે શુદ્ધ હવા લેવા માટે રજાઓ ગાળવા માટે આવે છે