¡Sorpréndeme!

અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી વહૂ, પકડાઈ જતાં જ મોંઢુ કાળું કરી વરઘોડો કાઢ્યો

2019-08-23 290 Dailymotion

હરિયાણાના કરનાલમાં આવેલા એક ગામમાં કેટલાક લોકોએ ગામની વહૂને અનૈતિક સંબંધો રાખવા બદલ સજા સંભળાવીને તેનું જાતે પાલન પણ કર્યું હતું ગામની વહૂ અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી જે ફરી ગામલોકોના હાથે પકડાઈ જતાં જ બંનેને મારવામાં આવ્યા હતા આટલું ઓછું હોય તેમ મોં પર મેશ લગાવીને ગામમાં સરઘસ નીકાળ્યું હતું યુવકને પણ ગળામાં જૂતાની માળા પહેરાવીને માર્યો હતો ગામના કેટલાક લોકોએ તેમની આવી દુર્દશાનો વીડિયો રેકોર્ડ કરીને વાઈરલ કરતાં જ યુવકના ઘરવાળાઓ પણ હરકતમાં આવી ગયા હતા યુવકના પરિવારે આ વીડિયોના આધારે જ પોલીસને અરજી આપીને આરોપીઓની ધરપકડ કરવાની માગ કરી હતી મામલો ઉગ્ર બનતાં જ પોલીસે પણ કેસ કરીને આખી ઘટનાની તપાસ હાથ ધરી હતી જેમાં સામે એ પણ આવ્યું હતું પંચાયતે તેમની આવી હાલત કર્યા બાદ ગામ નિકાલનો પણ હુકમ કર્યો હતો