સુરત :શહેરમાં જન્માષ્ટમીના ઉત્સવ તડામાર તૈયારીઓ થઇ રહી છે શહેરના ભાગળ ચાર રસ્તા ખાતેની મટકી ફોડનો માહોલ અદ્દભુત હોય છે આ મટકી ફોડના કાર્યક્રમ માટે ગોવિંદા મંડળો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યાં છે ભાગળની મટકીમાં મહિલોના જય ભવાની મંડળ દ્વારા મોડીરાત સુધી પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે મહિલાઓ દ્વારા લેઝિમના સંગાથે સંગીતની સાથે મટકી ફોડવામાં આવશે જે માટે મહિલાઓ મોડિરાત સુધી પિરામીડ બનાવવાની પ્રેક્ટિસ કરી રહી છે