¡Sorpréndeme!

મનસે પ્રમુખ રાજ ઠાકરે ED ઓફિસે પહોંચ્યા, 450 કરોડના કોહિનૂર ઈમારત કેસ વિશે પૂછપરછ કરાશે

2019-08-22 5,888 Dailymotion

કોહિનૂર સીટીએનએલના આઈએલ ફંડ એફએસ કનેક્શનની તપાસ માટે ઈડીના સમન બાદ એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેને ગુરુવારે સવારે 11 વાગ્યે મુંબઈ સ્થિત ઓફિસ ખાતે પહોંચી ગયા છે થોડીક જ ક્ષણોમાં ઈડીના અધિકારીઓ તેમની પુછપરછ શરૂ કરશે તેમની પાર્ટીના કાર્યકર્તાઓ મુંબઈ અને થાણેમાં પ્રદર્શન કરી રહ્યા છે મુંબઈમાં ઈડી ઓફિસની બહાર પ્રદર્શન કરવા પહોંચેલા મહારાષ્ટ્ર નવનિર્માણ(મનસે) સેનાના નેતા સંદીપ દેશપાંડેની ધરપકડ કરવામાં આવી છે

દક્ષિણ મુંબઈમાં આવેલી ઈડીની ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસબળને તહેનાત કરાયા છે મુંબઈના એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશન, દાદર પોલીસ સ્ટેશન અને મરિન ડ્રાઈવ પોલીસ સ્ટેશનની હદ સુધી કલમ 144 લાગુ કરાઈ છે સાથે જ પથ્થરમારાની આશંકાને ધ્યાનમાં રાખતા બસોમાં જાળી લગાવાઈ દેવાઈ છે રાજ ઠાકરેએ પણ કાર્યકર્તાઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે