¡Sorpréndeme!

ચિદમ્બરમની ધરપકડ અંગે દીકરાએ કહ્યું- અનુચ્છેદ 370 પરથી ધ્યાન ખસેડવા માટે આ કાર્યવાહી કરાઈ

2019-08-22 748 Dailymotion

પૂર્વ નાણામંત્રી પીચિદમ્બરમની INX મીડિયા કેસમાં સીબીઆઆઈએ બુધવારે મોડી રાતે ધરપકડ કરી છે આ અંગે ચિદમ્બરમના દીકરા કાર્તિએ ગુરુવારે કહ્યું કે, અનુચ્છેદ 370ના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે પિતાની ધરપકડ કરાઈ છે સીબીઆઈની કાર્યવાહી એક રાજકીય રમત છે

કાર્તિના કહ્યા પ્રમાણે, આ કેસ 2008માં બન્યો હતો આ માટે 2017માં એફઆઈઆર નોંધવામાં આવી હતી ચાર વખત મારા ઘરે દરોડા પાડવામાં આવ્યા, 20 વખત મને બોલાવવામાં આવ્યો હતો દર વખત હું ત્યાં 10-12 કલાક માટે હાજર રહ્યો હતો 11 દિવસ માટે હું સીબીઆઈનો મહેમાન પણ બન્યો હતો જેટલા પણ લોકો મારી સાથે જોડાયેલા છે તે સૌને બોલાવવામાં આવ્યા દરેકની સાથે મોટા પાયે પુછપરછ કરવામાં આવી છે અત્યાર પણ અમારી પાસે ચાર્જશીટ નથીINX મીડિયા સાથે મારો કોઈ સંબંધ જ નથી