મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણીયા અને મોજર બેયર કંપનીના પૂર્વ નિર્દેશક રતુલ પુરીની ઈન્ફોર્સેમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) સોમવારે રાતે ધરપકડ કરી લીધી હતી મોયર બેયર કંપનીના 354 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ કેસમાં પુરી પર કાર્યવાહી કરવામાં આવી છે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર સીબીઆઈએ રતુલ પુરી અને 4 અન્ય લોકોની વિરુદ્ધ રવિવારે કેસ કર્યો હતો આ મામલમાં ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ અંતર્ગત કેસ કરી ધરપકડ કરી છે તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
રતુલ પુરીએ 2012માં મોજર બેયરના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું હતું જોકે તેમના પતિ દીપક પુરી અને માતા નીતી પુરી હાલ પણ કંપનીના બોર્ડમાં છે સીબીઆઈએ દીપક, નીતા સિવાય મોજર બેયર સાથે સંબધિત સંજય જૈન અને વિનીત શર્માની વિરુદ્ધ પણ કેસ કર્યો હતો તમામ જગ્યાઓ પર રેડ પણ કરવામાં આવી હતી