¡Sorpréndeme!

જસદણ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 1નું ઘટનાસ્થળે જ મોત

2019-08-20 619 Dailymotion

જસદણ:ગત મોડી રાત્રે આટકોટ-જસદણ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મળતી વિગતો અનુસાર જસદણ તરફથી આવતી કાર અને આટકોટ તરફથી અમદાવાદ તરફ જતો ટ્રક સામે સામે અથડાતા ઋષિ પ્રસાદ પ્રવીણભાઈ મહેતા (ઉંમર-23)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેમના નાના મૂળશંકર ભાઈ ભવાનીશંકર ભાઈ ભરાડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી મહત્વનું છે કે પ્રવીણભાઈ આખો શ્રાવણ માસ ઘેલા સોમનાથ મંદિરની પૂજા અર્ચના કરતા હોય તેમના પુત્ર ઋષિ તેમને મળવા આવ્યો હોય અને વિસાવદર તરફ જતો હતો ત્યારે આટકોટ પાસે ગંભીર અકસ્માતમાં તેમનું મોત થયું હતું હતું પ્રવીણભાઈને એકનો એક પુત્ર હોવાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે હાલ મૃતદેહને જસદણ પીએમ ખાતે ખસેડવામાં આવ્યો છે