¡Sorpréndeme!

રેલવે ફાટક પાર કરતી વખતે અચાનક ટ્રેન આવી, પોલીસ કર્મીઓએ બે મહિલાઓને ખેંચીને જીવ બચાવ્યો

2019-08-19 11 Dailymotion

સુરતઃકિમ રેલવે સ્ટેશન પર બે મહિલાઓ બેધ્યાન બનીને રસ્તો રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી આ દરમિયાન કોન્સ્ટેબલનું ધ્યાન જતાં તેણે બન્ને મહિલાઓને દૂર હડસેલી બચાવી લીધી હતી જેથી રેલવે દ્વારા કોન્સ્ટેબલનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું ટ્રેનની ટળેલી આ દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી કિમ રેલવે સ્ટેશન પર ગત 17મી ઓગસ્ટના રોજ લગભગ પોણા અગીયાર વાગ્યે વાહન વ્યવહાર માટેનો ગેટ બંધ થઈ ગયો હતો ગેટ બંધ થયા બાદ પગપાળા જતા લોકો ગેટ નીચેથી ગળકીને પસાર થઈ રહ્યા હતાં જેમાં બે મહિલાઓ પણ પસાર થતી હતી જો કે તેમનું ધ્યાન નહોતું અને એક માલગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી બન્ને મહિલાઓ માલગાડીની અડફેટે આવે તે અગાઉ એલસી ગેટ નંબર 158 પર ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિન્દ્રકુમારનું ધ્યાન તેના તરફ પડ્યું અને તેણે દોડીને બન્ને મહિલાઓને દૂર હડસેલી બન્નેનો જીવ બચાવ્યો હતો