નવી દિલ્હીઃચંદ્રયાન-2એ મંગળવારે રાતે 2 વાગીને 21 મિનિટે પૃથ્વીની કક્ષાને છોડી દીધી છે હવે તે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કરવા માટે નીકળી ચુક્યું છે આ પ્રક્રિયાને ટ્રાન્સ લુનર ઈસર્શન(ટીએલઆઈ) કહેવામા આવે છે, જેમાં ઈસરોને સફળતા મળી છે આ પહેલા ચંદ્રયાન-2એ પૃથ્વીની કક્ષામાં 23 દિવસ વીતાવ્યા હતા ઈસરોએ આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાથી 22 જુલાઈએ મૂન મિશન લોન્ચ કર્યું હતું
ઈસરોના ચેરમેન કે સિવને જણાવ્યું કે ચંદ્રયાન-2ને ચંદ્રમા સુધી પહોંચવમાં 6 દિવસનો સમય લાગશે ચંદ્રયાન-2એ સફળતાપૂર્વક લુનર ટ્રાન્સફર ટ્રાઝેક્ટરી સિસ્ટમમાં પ્રવેશ કરી લીધો છે 20 ઓગસ્ટે ચંદ્રયાન-2, ચંદ્રમાની કક્ષામાં પહોંચી જશે પૃથ્વીથી ચંદ્રમાની વચ્ચેનું અંતર 384 લાખ કિલોમીટર છે તે અનુસાર, પૃથ્વીની અંતિમ કક્ષા છોડવા દરમિયાન યાનના એન્જિનમાં 1203 સેકન્ડ્સ માટે આગ પ્રજ્જવલિત થઈ હતી
ચંદ્રયાન-2 નક્કી તારીખે ચંદ્ર પર પહોંચશે
મિશનના લોન્ચિંગની તારીખ આગળ વધવા છતા ચંદ્રાયાન-2 ચંદ્ર પર નક્કી તારીખ એટલે કે 7 સપ્ટેમ્બરે પહોંચશે આ સમય પર પહોંચવાનો હેતું એ છે કે લેન્ડર અને રોવર નક્કી શેડ્યુલના હિસાબથી કામ કરી શકે સમય બચાવવા માટે ચંદ્રયાને પૃથ્વીનું એક ચક્કર ઓછું લગાવ્યું છે પહેલા 5 ચક્કાર લગાવવાના હતા, પછીથી તેને ચાર કરવા પડ્યા હતા
ચંદ્રયાન-2નું વજન 3,887 કિલો
ચંદ્રયાન-2ને ભારતનું સૌથી તાકાતવાર જીએસએલવી માર્ક-3ના રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું આ રોકટમાં ત્રણ મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર(વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન) છે આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડરને ઉતારવાની યોજના છે આ વખતે ચંદ્રયાન-2નું વજન 3,887 કિલો છે
ચંદ્રયાન-2 મિશન શું છે ?
ચંદ્રયાન-2 વાસ્તવમાં ચંદ્રયાન-1 મિશનનું જ નવું સંસ્કરણ છે તેમાં ઓર્બિટર, લેન્ડર(વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન) સામેલ છે ચંદ્રયાન-1માં માત્ર ઓર્બિટર હતું, જે ચંદ્રમાની કક્ષામાં ફરતું હતું ચંદ્રયાન-2 માટે ભારત પ્રથમ વાર ચંદ્રની સતહ પર લેન્ડર ઉતારશે આ લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થશે તેની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતારનાર પ્રથમ દેશ બની જશે
ઓર્બિટર, લેન્ડર અને રોવર શું કામ કરશે ?
ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે તેનો મુખ્ય ઉદેશ્ય પૃથ્વી અને લેન્ડરની વચ્ચે કોમ્યુનિકેશન કરવાનો છે ઓર્બિટર ચંદ્રની સતહનો નકશો તૈયાર કરશે, જેથી ચંદ્રના અસતિત્વ અને વિકાસની માહિતી મેળવી શકય લેન્ડર અને રોવર ચંદ્ર પર એક કામ કરશે
ચંદ્રયાન-2નું લોન્ચિંગ પ્રથમ વાર ઓક્ટોબર 2018માં ટળ્યું
ઈસરો ચંદ્રયાન-2ને 1 ઓક્ટોબર 2018માં લોન્ચ કરવાનું હતું બાદમાં તેની તારીખ વધારીને 3 જાન્યુઆરી અને ફરી 31 જાન્યુઆરી કરવામાં આવી બાદમાં અન્ય કારણોથી તેને 15 જુલાઈ સુધી ટાળવામાં આવ્યું હતું આ દરમિયાન ફેરફારને કારણે ચંદ્રયાન-2નો ભાર પહેલા કરતા વધી ગયો એવામાં જીએસએલવી માર્ક-3માં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા