¡Sorpréndeme!

સુરેન્દ્રનગર-મૂળી રોડ પર ટ્રેલર, ડમ્પર વચ્ચે અકસ્માત, 2નાં મોત, 2 ઘાયલ

2019-08-13 234 Dailymotion

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર-મુળી રોડ પર રવિવારે રાત્રીના સમયે સર્કલ પાસે વળાંક લેતા ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ડમ્પરના ચાલક અને ક્લીનર બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા જ્યારે ટ્રેલરના ચાલક અને ક્લીનરને ગંભીર ઇજાઓ પહોંચી હતી ટ્રેલર રાજસ્થાનથી માલ ભરી મુળી તરફ જઇ રહ્યું હતું તે દરમિયાન મેક્શન સર્કલ પાસે ટ્રેલર વળાંક લઇ રહ્યું હતું આ સમયે મુળી તરફથી આવતા ડમ્પર અને ટ્રેલર સામસામે આવી જતાં ધડાકાભેર બંને વાહનો અથડાયા હતા જેમાં અનીલજી જીણાજી ઠાકોર અને ક્લીનર અરવિંદભાઇ ચંદુભાઇ અઘારાને બહાર કાઢાતા ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ટ્રેલરના ચાલક અને ક્લનીર અશ્ફાકભાઇ અને અબ્બાસભાઇને ઇજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા