ભચાઉઃભચાઉ-સામખિયાળી વચ્ચે આવેલા વોંધ ગામ નજીક ભારે વરસાદની સાથે દરિયાની ખાડીના પાણી રેલવેટ્રેક પર ફરી વળતાં કચ્છનો રેલ વ્યવહાર સંપૂર્ણ ખોરવાઇ ગયો હતો જેને પૂર્વવત કરવા માટે યુધ્ધના ધોરણે રિપેરિંગનું કામ કરવામા આવી રહ્યું છે રેલવે ટ્રેકના સમારકામની કામગીરી રેલવેના પીડબ્લયુડી વિભાગના 150થી 200 જેટલા મજુર અને ટેક્નિકલ ટીમે યુધ્ધના ધોરણે આરંભી દીધી છે