¡Sorpréndeme!

ઘાટીમાં કડક સુરક્ષા વચ્ચે ઈદની ઉજવણી, સ્થાનિકોએ જવાનોને પણ મુબારકબાદી આપી

2019-08-12 5,055 Dailymotion

જમ્મુ-કાશ્મીરમાંકડક સુરક્ષા વચ્ચે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે આ માટે તંત્રએ સામાન્ય જનતા માટે ખાસ વ્યવસ્થા કરી છેઈદને ધ્યાનમાં રાખી 300 ટેલિફોન બૂથ બનાવડાવ્યાં છેઘાટીમાં ઈદ પહેલા લોકોએ શાંતિથી ખરીદદારી કરી હતીજેના માટે ધારા 144માં ઢીલ આપવામાં આવી હતી દુકાનો સજી હતીલોકોની ચહલપહલથી બજારોમાં રોનક જોવા મળી હતીકરિયાણા, બેકરી અને મીઠાઈની દુકાનો ખુલી હતી ઈદ પર ઘેર આવનારા સ્ટૂડન્ટ્સ માટે અધિકારી નિમાયા છેશ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ સામાન્ય રહી છે સમી સાંજે સ્થિતિ વણસવાની આશંકાથી ફરી ધારા 144 લાગુ કરી દેવાઈ હતીઆજે સ્થાનિકોએ મસ્જિદમાં જઈ ઈદની નમાઝ અદા કરી હતી સ્થાનિકોએ આર્મી જવાનોને પણ ગળે મળી ઈદની મુબારકબાદી આપી હતી