કલમ 370 મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસેલા છે ત્યાં પંજાબી સિંગર મીકા સિંહ કરાચીમાં પરફોર્મન્સ આપીને વિવાદમાં ફસાયો છે મીકાએ પાકના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના ખાસ એવા કરાચીના એક અબજપતિની પુત્રીના લગ્નમાં પરફોર્મ કર્યું હતું 8 ઓગસ્ટનું તે પરફોર્મન્સ લગ્નમાં ઉપસ્થિત મહેમાનોએ સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કર્યા બાદ સામે આવ્યું છે