અરવલ્લી:છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં વરસી રહેલા વરસાદના કારણે પર્યટન સ્થળોનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ત્યારે ભિલોડાના સુનસર ગામે ધરતી માતાના મંદિરનો નજારો વધુ નયનરમ્ય બન્યો છે ચોમાસાની શરૂઆત થતા પ્રાકૃતિક ધોધ વહે છે કાલે રાતથી ધોધમાર વરસાદ થતા ધરતીમાતા મંદિર પાસેનો ધોધ વહેતો થયો છે ધોધ વહેતો થતા સહેલાણીઓમાં અનોખો આનંદ જોવા મળી રહ્યો છે ધોધની સુંદરતા નિહાળવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે