¡Sorpréndeme!

ચીનમાં 'લેકિમા' વાવાઝોડાથી 13ના મોત, ભારે વરસાદ બાદ મ્યનમારમાં ભૂસ્ખલન

2019-08-10 986 Dailymotion

ચીનના પૂર્વી તટ પર લેકિમા વાવાઝોડુ આવતા શનિવારે 13 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 16 લાપતા છે ન્યૂઝ એજન્સી પ્રમાણે વાવાઝોડાના લીધે ભારે વરસાદ થયો અને પૂરજોશથી પવન ફુંકાયો હતો તેના લીધે વિજળી ઠપ્પ થઇ ગઇ અને હજારો ઝાડ ઉખડી ગયા હતા લગભગ 10 લાખ લોકો તેમના ઘરની અંદર રહેવા પર મજબૂર છે બીજી તરફ મ્યનમારમાં ભારે વરસાદના લીધે ભૂસ્ખલનમાં દબાઇને 22 લોકોના મોત થયા હતા અને 47 ઘાયલ થયા હતા

મેટ્રોલોજિકલ સેન્ટર પ્રમાણે લેકિમા આ વર્ષે આવનાર નવમું વાવાઝોડુ છે તેના કારણે ઝેજિયાંગના વેનલિંગ શહેરમાં ભૂસ્ખલન થયુ હવામાન વિભાગે તાઇવાન, ફુજિયન, ઝેજિયાંગ, ાંઘાઇ અને જિયાંગ્સુ વગેરે શહેરોમાં ભારે પવન ફુંકાવાની ચેતવણી જાહેર કરી છે