¡Sorpréndeme!

અરવલ્લીમાં ધોધમાર વરસાદ, મેશ્વો નદીમાં પૂર આવતા 15 ગામો સંપર્ક વિહોણા

2019-08-10 361 Dailymotion

અરવલ્લીઃ અરવલ્લીમાં ધોધમાર વરસાદને પગલે મેશ્વો નદીમાં પૂર આવતા 15 ગામો સંપર્ક વિહોણા બન્યા છે તેમજ ભિલોડાના વાંદીયોલથી સોળપુર તરફના 15 ગામના પશુપાલકો-વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે વાંદીયોલથી સામા કાંઠાના 15 ગામોના લોકોનો તમામ વ્યવહાર વાંદીયોલ ગામ સાથે હોવાથી જનજીવન ખોરવાયું છે જેને પગલે ગ્રામજનોએ પૂલ બનાવવા માંગ કરી છે જો પૂલ ના બને તો ગ્રામજનોએ જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે હાલ ​​​​​​​મેશ્વો નદીમાં 1000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે