¡Sorpréndeme!

સુરતમાં ચા પીધા બાદ યુવકોએ ચાની લારીના માલિકને જ લૂંટી લીધો, CCTV

2019-08-09 1,037 Dailymotion

સુરતઃ ભરથાણ સિટીલાઈટ વિસ્તારમાં આવેલી એક ચાની લારી પર ચા પીધા બાદ બે યુવકો અને એક બાઈક સવારે ચાની લારીના માલિકને લૂંટી લીધો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે તાની લારીના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે, ગત રોજ ભરથાણા સિટીલાઈટ વિસ્તારમાં ડીઆરબી કોલેજ નજીક રૂસ્તમ એપાર્ટમેન્ટની નીચે નરપત માનસિંગ દેવલ ચાની લારી ચલાવે છે ગત રોજ બે યુવકો ચા પીવા માટે આવ્યા હતા ચા પીધા બાદ બે યુવકો પૈકી એક યુવકે ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું અને ગળામાં રહેલી ચેઈન તોડી લીધી હતી અને બાઈક સવાર ત્રીજા યુવક સાથે ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને નરપતભાઈએ સીસીટીવી આધારે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે