¡Sorpréndeme!

ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાએ ભયજનક સપાટી વટાવી, 20 ગામોને એલર્ટ કરાયા

2019-08-09 5,698 Dailymotion

ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટી 23 ફૂટ થઇ છે ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 22 ફૂટ છે અને આજે ગોલ્ડન બ્રિજે તેની ભયજનક સપાટી વટાવતા ભરૂચ જિલ્લાના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા ડેમમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે અને ભરૂચ ખાતે આવેલા ગોલ્ડન બ્રિજની સપાટી સતત વધી રહી છે ગોલ્ડન બ્રિજની સપાટી હાલ 23 ફૂટ છે અને તે વધીને 24 ફૂટને પાર કરે તેવી શક્યતા છે જેથી ભરૂચ જિલ્લા કલેક્ટરે આજે સવારે તાકિદે બેઠક બોલાવી હતી અને નર્મદા જિલ્લાના ડેમના કાંઠાના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે