¡Sorpréndeme!

RFOનો વાયરલેસમેનને તાલીબાની આદેશ ‘હું કહુ છું મેસેજ ફાડી નાખ’, ઓડિયો વાઇરલ

2019-08-08 4,589 Dailymotion

ખાંભા:ત્રણ દિવસ અગાઉ કોઠારીયા રાઉન્ડ ફોરેસ્ટર સંદિપ કટારા છ પાનાની સુસાઇડ નોટ લખી પોતાને આરએફઓ પરીમલ પટેલ અને અન્ય વનકર્મીઓ માનસિક યાતના આપતા હોવાનો ઉલ્લેખ કરીને ભેદી સંજોગોમા ગુમ થયા હતા ગુમ થયેલા ફોરેસ્ટરનો હજુ સુધી કોઇ પત્તો નથી ત્યારે આરએફઓ પરિમલ પટેલનો એક ઓડિયો ક્લીપ વાઇરલ થઇ છે જેમાં વાયરલેસમેનને આરએફઓ તાલીબાની આદેશ આપતો હોય તેમ કહે છે કે હું કહુ છું કે મેસેજ ફાડી નાખ આવું કરી આરએફઓ પોતાનું ધાર્યું કરતો હોવાનું સામે આવ્યું છે