¡Sorpréndeme!

તહેવારો આવતાં આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું,મિઠાઈની દુકાનો પર દરોડા પાડી સેમ્પલ લીધા

2019-08-08 121 Dailymotion

સુરતઃરક્ષાબંધન સહિતના તહેવારો હવે નજીક આવી રહ્યાં છે ત્યારે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં દરોડા પાડીને મિઠાઈના અને માવાના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારો હવે નજીક આવી રહ્યા છે ત્યારે મિઠાઈના વિક્રેતાઓ દ્વારા માંગમાં થતાં વધારાને લઈને સ્ટોક કરવાની સાથે સાથે અખાદ્ય માવા અને ભેળસેળની ઉઠતી ફરિયાદોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સુરતના સાતેય ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા માવા સહિતના સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે