¡Sorpréndeme!

સુરતના યુવકે 2016માં સુષ્મા સ્વરાજને કિડની આપવાની તૈયારી બતાવી હતી

2019-08-07 5,703 Dailymotion

સુરતઃ સુરતના અકરમ શાહે 2016માં સુષ્મા સ્વરાજને કિડની આપવાની તૈયારી બતાવી હતી 2016માં સુષ્મા સ્વરાજને કિડની ફેઈલ થતા એઇમ્સમાં દાખલ કરાયા હતા જેની જાણકારી તેમણે ટ્વિટના માધ્યમથી આપી હતી અકરમે પણ ટ્વિટના માધ્યમથી સુષ્મા સ્વરાજને કિડની આપવા તૈયારી બતાવી હતી ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હાર્ટએટેકમાં નિધન થયું હતું સુરતના અકરમ શાહે જણાવ્યું હતું કે, 2016માં સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી કિડની ફેઈલ થતા એઈમ્સમાં દાખલ થયા હોવાનું જણાવ્યું હતું જેથી તેના જ ટ્વિટમાં કિડની આપવાની તૈયારી બતાવી હતી દરમિયાન સુષ્મા સ્વરાજે ટ્વિટના જવાબમાં જણાવ્યું હતું કે, કિડની પર કોઈ ધર્મનું સિમ્બોલ નથી હોતું અને અકરમનો આભાર માન્યો હતો અને જરૂર લાગ્યે મદદ લેવાની વાત કરી હતી