¡Sorpréndeme!

પાણી ઓસરતાં જ મગરના દિલધડક રેસ્ક્યુના અલગ અલગ વીડિયો સામે આવ્યા

2019-08-05 2,421 Dailymotion

વડોદરા: ગત તા31મી જુલાઈએ પડેલા 20 ઇંચ વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું હતું શહેરમાં પણ હવે ધીરે ધીરે પાણી ઓસરતાં જ જનજીવન થાળે પડી રહ્યું છે તંત્ર પણ શહેરમાં રોગચાળો ફાટી ના નીકળે તે માટે યુદ્ઘના ધોરણે સફાઈ કામગીરી કરી રહ્યું છે આ બધાની વચ્ચે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના શહેરના અનેક વિસ્તારોમાં ઘૂસી આવેલા મગરના અલગ અલગ વીડિયોઝ પણ હવે સામે આવવા લાગ્યા છે અનેક લોકો સતત તેમણે રેકોર્ડ કરેલા મગરના અને રેસ્ક્યુના વીડિયોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે વીડિયોમાં પણ જોઈ શકાય છે કે સોસાયટીમાં ઘૂસી આવેલા 10 ફૂટ લાંબા મગરને કઈ રીતે NDRFની ટીમે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો અનેક લોકો એવા પણ હતા જેમણે NDRF અને વનવિભાગની ટીમને પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરી હતી