¡Sorpréndeme!

જાંબુઘોડાના સુપ્રસિદ્ધ ઝંડ હનુમાનજીના દર્શને જતા ભક્તો અટવાયા

2019-08-03 1,152 Dailymotion

જાંબુઘોડા:આજ રોજ પવિત્ર શ્રાવણના પ્રથમ શનિવારે સવારથી જ ભાવિક ભક્તો જાંબુઘોડા અભયારણ્યમાં આવેલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પવિત્ર યાત્રાધામ ઝંડ હનુમાનજીના દર્શને ઉમટી પડ્યા હતા પરંતુ જાંબુઘોડા પંથકમાં અવિરત વરસી રહેલ વરસાદના પગલે જાંબુઘોડાના નદી કોતરોમાં નવા નીર આવી રહ્યા હતા જાંબુઘોડા ઝંડ જવાના રસ્તામાં બોડેલીના મોટા રાસ્કા પાસેના કોતર ઉપરથી પાણીના પ્રવાહને લીધે કોતરની બંને બાજુ ગાડીઓ ફસાઈ હતી જ્યારે બોડેલી પોલીસ સ્ટાફ ત્યાં આવી કોઈ વાહનોને કોતર પરથી જવા દેવામાં આવ્યા ન હતા જ્યારે ભક્તો એક બીજા ના હાથ પકડી ચાલતા કોતર પસાર કર્યા હતા