¡Sorpréndeme!

વડસર ગામમાં 10 ફૂટનો મગર ઘૂસતા લોકોમાં ગભરાટ, NDRFની ટીમે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો

2019-08-03 581 Dailymotion

વડોદરા:વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણી હજુ પણ વડસર સહિત અનેક વિસ્તારોમાં યથાવત છે આજે બપોરે વડસરમાં આશરે 10 ફૂટનો મગર નીકળતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો સોસાયટીમાં ભરાયેલા પાણીમાંથી પસાર થયેલા મગરને જોઇ ચોંકી ઉઠ્યા હતા સ્થાનિક રહીશો દ્વારા તુરંત જ વડસરમાં બચાવ કામગીરી કરી રહેલી એનડીઆરએફની ટીમને જાણ કરતા ટીમ રબર બોટ સાથે સ્થળ પર આવી પહોંચી હતી અને આશરે 10 ફૂટના મગરને રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યો હતો