અમદાવાદ:શહેરના એક સમયના કુખ્યાત ડોન અબ્દુલ વહાબનું વિદેશમાં મોત થયા બાદ માનવામાં આવતું હતું કે, વહાબ ગેંગનું હવે પતન થઇ ગયું છે જો કે આ માત્ર માન્યતા જ હતી, હજુ પણ અબ્દુલ વહાબના કેટલાક સાગરિતો પોતાનું નેટવર્ક ચલાવતા હોવાનું સામે આવ્યું છે શાહપુરમાં મદની રેસિડન્સી નામની કન્સ્ટ્રકશન સાઇટ ચલાવનારા બિલ્ડર યાસિન રઝાકભાઇ મેમણ પાસે વહાબના દીકરા અબ્દુલ અહદ અને અન્ય પાંચ લોકોએ ધમકી આપી ખંડણી માગતા તેણે દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તેમજ તેનું ડાઈંગ ડિક્લેરેશન લેવામાં આવ્યું છે જેના આધારે પોલીસ તપાસ કરશે