સુરતઃપાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ ખાતેના ઓવરબ્રિજની પાળી પર એક પરપ્રાંતિય યુવક ચાલી રહ્યો હતો બ્રિજની પાતળી પાળી પર જાણે કરતબ કરતો હોય તેમ યુવક ચાલી રહ્યો હતોલોકોનું તેના પર ધ્યાન પડતાં જ ડરનો માહોલ પેદા થયો હતોજરા પણ યુવકથી ગફલત થાય તો નીચે પટકાઈને મોતને ભેટે તેવી સ્થિતી હતીજો કે, ટ્રાફિકમાં ફરજ બજાવતા ટીઆરબીના જવાને સિફ્તપૂર્વક યુવકનું ધ્યાન ભટકાવીને નીચે ઉતાર્યો હતો બાદમાં યુવકને પાણી પીવડાવીને વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતોજેમાં યુવક માનસિક બીમાર અથવા તો માનસિક ત્રાસના કારણે આ રીતે બ્રીજની પાળી પર ચડ્યો હોવાનું માલૂમ થયું હતું