¡Sorpréndeme!

શોપિયામાં સેનાએ આતંકીઓને ઘેર્યા, અથડામણમાં એક જવાન શહીદ

2019-08-02 908 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં વડોદરા શહેરમાં જળપ્રલયની સ્થિતિ સર્જાયા બાદ આજે પણ શહેરમાં ખાસ કોઇ સુધારો જોવા મળ્યો નથી ઉપરવાસમાં વરસાદના કારણે વિશ્વામિત્રી સતત 345 ફુટે વહેતી હોવાના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા રહ્યાં હતા જો હજુ પણ વરસાદ યથાવત રહેશે તો શહેરની હાલત કફોડી બની શકે છે અમદાવાદ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહીથી જિલ્લા કલેક્ટર ડૉ વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી શહેરના નીંચાણવાળા વિસ્તારોમાં તકેદારી રાખવા અને સ્થળ ન છોડવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે સાબરમતી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ અપાયું છે આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું