¡Sorpréndeme!

અતિભારે વરસાદની આગાહીના પગલે NDRF, SDRF અને ફાયરબ્રિગેડ સ્ટેન્ડ બાય

2019-08-01 1,861 Dailymotion

અમદાવાદ;અમદાવાદમાં બુધવારે સમી સાંજે વરસાદ પડયો હતો ત્રણ ઈંચ વરસાદમાં શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ પરિસ્થિતિ અંગેની સમીક્ષા માટે અધિકારીઓની મિટિંગ બોલાવી હતી તેમને જણાવ્યું હતું કે 24થી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ થવાનો છે અત્યાર સુધી અમદાવાદમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નથી થયો, હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે તેમ છતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ ન બગડે અને કોઈ જાનહાનિ ન થાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી