¡Sorpréndeme!

અમદાવાદ શહેરમાં સમી સાંજે એક કલાકમાં એક ઈંચ વરસાદ,અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

2019-07-31 943 Dailymotion

અમદાવાદ: શહેરમાં મોડી રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો જો કે બપોર બાદ શહેરના એસજીહાઈવે, રાણીપ, બોપલ, વેજલપુર, સેટેલાઈટ, નરોડા, ઓઢવ અને કાલુપુર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો તેમાં પણ સમી સાંજે વરસાદનું જોર વધ્યું હતું અને એક કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો જેને પગલે નીચાણ વાળા વિસ્તારો અને અન્ડરપાસમાં પાણી ભરાયા હતા જેને કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા તેમજ સાંજના સમયે પણ ધોધમાર વરસાદ ચાલુ રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા