¡Sorpréndeme!

આભ ફાટ્યું, 4 કલાકમાં 10 ઈંચ વરસાદ, સમગ્ર શહેર જળબંબાકાર, કાલે શાળા-કોલેજોમાં રજા જાહેર

2019-07-31 438 Dailymotion

વડોદરાઃછેલ્લા 24 કલાકથી ધીમીધારે ખેતી લાયક વરસી રહેલા મેઘરાજાએ શહેર-જિલ્લામાં જમાવટ કરી છે શહેર-જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે એકધારો વરસાદ વરસી રહ્યો હોવાનું સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષે જણાવ્યું હતું આ દરમિયાન બપોર બાદ શહેરમાં આભ ફાટતાં બે થી 4 વાગ્યા વચ્ચે એટલે કે બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને પગલે 50થી વધુ સોસાયટી પાણીમાં ગરક થઈ ગઈ છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે જ્યારે 15 વૃક્ષો ધરાશાયી થયા છે હાલ જનજીવન પણ ખોરવાયું છે