¡Sorpréndeme!

રાજકોટમાં ધીમી ધારે વરસાદ, જૂનાગઢ જિલ્લામાં અડધાથી એક ઇંચ

2019-07-31 319 Dailymotion

રાજકોટ: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે રાજકોટમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારબાદ સમયાંતરે વરસાદી ઝાપટા પડી રહ્યા છે રાજકોટમાં વરસાદથી અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટ્યા છે એરપોર્ટ રોડ પર વોકળા પાસે રસ્તો તૂટી ગયો છે રસ્તાનો એક ભાગ તૂટી વોકળામાં પડી ગયો છે રસ્તો તૂટતા મારૂતિનગરનો રસ્તો બંધ થઇ ગયો છે તેમજ કમિશનરના ઘરની સામે જ બાંધકામમાં પાણી ભરાયા છે પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો મચ્છરોનો ઉપદ્રવ વધે તેવી શક્યતા છે જૂનાગઢ જિલ્લામાંરાતથી સવાર સુધીમાં અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો છે આથી વીયર ડેમ ઓવરફ્લો થયો છે તેમજ ઓઝત નદીમાં પૂર આવતા મોટી સંખ્યામાં લોક જોવા ઉમટ્યા હતા