Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં તીન તલાક બિલ પર રોક લગાવવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલ મુસ્લિમ મહિલા ખરડાને સરકાર આજે રાજ્યસભામાં રજૂ કરશે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની કારને ટક્કર મારવાના કેસમાં પોલીસે આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર, તેના ભાઈ મનોજસિંહ સહિત 10 લોકો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે તેમની વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ અને ગુનાઈત ષડયંત્ર રચવા જેવી કલમો લગાવાઈ છે છેલ્લાં ચાર દિવસથી ખરાબ હવામાનના કારણે વારંવાર મોકૂફ રખાયેલી અમરનાથ યાત્રા જમ્મુ અને પહેલગામ બેઝ કેમ્પથી આજે પુન: શરૂ થઇ છે, જ્યારે બાલટાલ રૂટ પર લેન્ડ સ્લાઇડિંગને પગલે સતત ત્રીજા દિવસે મોકૂફ રાખવી પડી છે લગભગ દોઢ મહિનાના ગાળા પછીસોમવારે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ થઈને સાંજ સુધી વરસ્યો હતો કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયાની પણ ફરિયાદ નોંધાઈ છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું