¡Sorpréndeme!

અંબાજીમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો, ગબ્બરની માટી ધસતા કેબિન અને બાંકડાઓ દટાયા

2019-07-29 635 Dailymotion

પાલનપુર:રવિવારે રાત્રે અંબાજી પંથકમાં 185 મીમી એટલે કે 7 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો જેને પગલે અંબાજી આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા વહેલી સવારથી જ અંબાજીનો ગબ્બર ગઢ પણ વાદળોથી ઘેરાયેલો જોવા મળ્યો હતો તો વરસાદને પગલે ગબ્બરથી ધોવાયેલી માટીથી બેસવાના બાંકડા, કેબિનો માટીમાં ખૂંપી ગઈ હતી વરસાદને પગલે છેલ્લા દોઢ મહિનાથી ચિંતાતૂર બનેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો