¡Sorpréndeme!

ડાંગનો બારદા ધોધ, 12 જગ્યાએથી પાણી વહેતું હોવાથી બારદા નામ પડ્યું

2019-07-29 1 Dailymotion

ડાંગ: દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ બરાબર જામ્યો છે આ માર્ગો પર ઘણા ધોધ આવેલા છે, જે લોકોએ જોયા નહીં હોય એવો જ એક ધોધ છે ‘બારદા ધોધ’ આજુબાજુ વિસ્તારોમાંથી બાર જેટલી જગ્યાએથી પાણી આવતું હોવાથી તેને ડાંગી ભાષામાં બારદા નામ અપાયું હતું એવું ગામવાસીઓનું કહેવું છે આહવાથી મહલના જંગલ તરફ જતાં ચંખલ ગામે ફક્ત 10 કિલોમીટરમાં જ આ ધોધ આવેલો છે ધોધનો નજારો જોવા માટે ગામની અંદરના રસ્તાની બાજુમાં જ ગાડી પાર્ક કરી જવું પડતું હોય છે સ્થાનિક ગામવાસીઓની મદદથી 15 કિલોમીટર પગપાળા અંતર કાપીને આ ધોધનો અદભુત નજારો જોવા મળી શકે છે