ભિલોડા: છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં મેઘરજ પંથકમાં વાઘ ફરતો હોવાનો મેસેજ વાઈરલ થયો છે ત્યારે માલપુર તાલુકાના મેવાડા ગામે એક પશુ બાળનું કોઈ વન્યપ્રાણીએ મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે ખૂંટે બાંધેલા બાળ પશુને ખેંચીને જંગલમાં લઈ જઈને વન્ય પ્રાણીએ મારણ કર્યું હતું જિલ્લા વન્ય વિભાગના તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ કર્યો છે છતાં આદેશને ઘોળીને પી જવાયો હોય તેમ ગામના લોકો વન વિભાગના અધિકારીઓને ફોન કરે છે ત્યારે ઉપાડતા ન હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે એક જાગૃત નાગરિક વનમંત્રી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે