¡Sorpréndeme!

એરપોર્ટ પર લગેજ સ્કેન મશીનમાં ઘૂસ્યો માસૂમ, 5 મિનિટ સુધીની શોકિંગ જર્નીએ હાથ ભાંગ્યો

2019-07-26 343 Dailymotion

નાના બાળકો સાથે મુસાફરી કરતી વખતે હંમેશાં એક્સ્ટ્રા કેરફુલ રહેવું પડતું હોય છે માસૂમની કંઈક નવું જાણવાની કે જોવાની કૂતુહલતા પરિવાર માટે પણ આફત નોતરી શકતી હોય છે આવી ઘટનાઓ ફરી વાર ના બને તે માટે એટલાન્ટા એરપોર્ટ ઓથોરિટીએ પણ એક શોકિંગ કહી શકાય તેવા સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા જેમાં જોઈ શકાય છે કે પોતાના બે વર્ષના બાળકની ક્યૂરોસિટીએ માતા માટે એરપોર્ટ પર જ અફડાતફડી હતી વીડિયોમાં પણ જોઈ શકાય છે કે આ ટેણિયો માતાની પાસેથી છટકીને સીધો જ લગેજ કન્વેઅર બેલ્ટ પર બેસીને અંદરની તરફ સરકી ગયો હતો માતાને આ વાતની જાણ થાય તે પહેલાં જ તે વધુ મુશ્કેલીભરી સ્થિતીમાં ફસાયો હતો સતત પાંચ મિનિટ સુધી તે એક બાદ એક બગેજ સ્કેનર મશીનમાંથી પસાર થતો રહ્યો હતો એક તબક્કે તો તેની હાલત દયનીય કહી શકાય તેવી જોવા મળી હતી આ બાળક બેગનો સપોર્ટ લઈનેબહાર નીકળવા માટે વલખાં મારતો રહ્યો હતો પણ તે બેલ્ટ સાથે જ સરકતો રહ્યો હતો જ્યારે એરપોર્ટના સ્ટાફે તેને બચાવ્યો ત્યારે તેના હાથમાં ફ્રેક્ચર પણ થઈ ગયું હતું સદનસીબે વધુ ગંભીર ઈજાઓ ના થતાં જ તેની માતા અને એરપોર્ટના સ્ટાફે પણ રાહતનો શ્વાસ લીધો હતો