¡Sorpréndeme!

ઈચ્છાપોર રોડ પર આવેલું બેંકનું ATM ગેસ કટરથી કાપી 14 લાખની ચોરી, CCTV

2019-07-24 151 Dailymotion

સુરતઃઈચ્છાપોર રોડ પર આવેલી કોર્પોરેશન બેંકના એટીએમને ગેસ કટરથી કાપી 14 લાખની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે, ઈચ્છાપોર રોડ પર કોર્પોરેશન બેંક આવેલી છે અને બાજુમાં એટીએમ છે આ એટીએમને મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ગેસ કટરથી કાપી 14 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે