¡Sorpréndeme!

ઝેરી કોબરાથી બાળકીને બચાવવા માટે શ્વાનોનો સંઘર્ષ, જીવ ખોઈને પણ બચાવી

2019-07-24 11,995 Dailymotion

ફિલીપીન્સના કિડપાવન શહેરમાં આવેલા એક ઘરના સીસીટીવીમાં ઘરમાલિકે પાળેલા બે શ્વાનની શૂરવીરતા કેદ થઈ હતી પોતાના માલિકની દોઢ વર્ષની બાળકીને ઝેરી કોબરાથી બચાવવા માટે મૉક્સી અને માઈલી નામના પાળતું શ્વાનોએ મરણિયો જંગ ખેલ્યો હતો ઘરમાં સૂતેલી બાળકી સુધી આ કોબરા ના પહોંચે તે માટે તેમણે જે સંઘર્ષ કર્યો હતો તેના સીસીટીવી ફૂટેજ જોઈને માલિક પણ ગળગળો થઈ ગયો હતો જો કે તેમના આ ટશનનો અંત સહેજ પણ પોઝિટીવ નહોતો કેમ કે આ મારામારીમાં કોબરાએ આ બંનેને ડંખ પણ માર્યા હતા કોબરાએ મારેલા ડંખના કારણે એક શ્વાને પોતાનો જીવ ગુમાવ્યો હતો તો અન્યએ પોતાની આંખો ગુમાવી હતી આખી ઘટના બાદ માલિક એવા જેમી સેલિમે પણ આ બંને પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે મારી લાડકવાયીનો જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ ગુમાવનાર માઈલીનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી અમારો પરિવાર આજીવન તેનો રુણી રહેશે બચી ગયેલા મૉક્સીની હાલત જોઈને અમને પણ દયા આવે છે તમને એ પણ જણાવી દઈએ કે અંદાજે 2 મિનિટ સુધી ચાલેલા આ ખરાખરીના ખેલમાં આ બંને શ્વાને કોબરાને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો