¡Sorpréndeme!

વીર શહીદ આરીફના જનાજામાં હજારોની મેદની ઉમટી, સેનાના ગાર્ડ ઓફ ઓનર બાદ દફનવિધિ કરાશે

2019-07-24 1,015 Dailymotion

વડોદરાઃ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સરહદે દેશની રક્ષા કાજે શહીદ થયેલા મહંમદ આરીફના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાંથી આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો જ્યાંથી હજારોની સંખ્યામાં લોકોએ રેલી સ્વરૂપે જોડાયા હતા આ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો લોકોએ વીર શહીદ આરીફના શ્રદ્ધાંજલિ આપવા માટે પડાપડી કરી હતી અને રસ્તામાં વીર શહીદ આરીફના નારા લાગ્યા હતા આજે આરીફના પાર્થિવ દેહને તેના નવાયાર્ડ સ્થિત ઘર પર અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે અને સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તેની અંતિમ યાત્રા નીકળશે અને ત્યારબાદ તેની દફનવિધિ કરવામાં આવશે