¡Sorpréndeme!

સિક્કા ગામમાં GSFC દ્વારા ઉભી કરાતી દીવાલનો વિરોધ કરતા ગ્રામજનોની પોલીસે ઢસડી ઢસડીને અટકાયત કરી

2019-07-23 4,808 Dailymotion

જામનગર:જામનગરના સિક્કા ગામમાં ઉભી કરાતી દીવાલનું કામ ગ્રામજનોએ અટકાવતા GSFCના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે હોબાળો થયો હતો જો કે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા પરંતુ ગ્રામજનોના વિરોધથી પોલીસે આખરે ઢસડી ઢસડીને અટકાયત કરી હતી પોલીસે લાઠીચાર્જનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે પોતાના પર લાઠીચાર્જ કર્યો છે જ્યારે પોલીસ લાઠીચાર્જ ન કર્યાનું જણાવી રહી છે 50થી વધુ ગ્રામજનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા તેમજ આ ઘટનામાં એક મહિલા પોલીસને ઇજા પહોંચી હતી