બ્રિટનના વડાપ્રધાનપદ અને શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદ માટે ચૂંટણીની પ્રક્રિયા સોમવારે પૂરી થઇ તેમાં પાર્ટીના 160 લાખ કાર્યકર્તાઓએ બેલેટ વોટીંગ કર્યું હતું આ પ્રક્રિયામાં બોરીસ જ્હોનસન વિજેતા થતા તેઓ ઇંગ્લેન્ડના નવા પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે તેમની સામે જેરેમી હન્ટ રેસમાં હતા થેરેસા મે બાદ હવે સત્તારૂઢ કોન્ઝર્વેટીવ પાર્ટીના વડા તરીકે બોરીસની વરણી કરવામાં આવી છે