¡Sorpréndeme!

ભાવનગર, અમરેલીમાં ધોધમાર વરસાદથી નદીમાં ઘોડાપૂર, જૂનાગઢમાં બે ઇંચ

2019-07-21 619 Dailymotion

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે ભાવનગરમાં વહેલી સવારે પાંચ વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું વીજળીના ચમકારાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો વહેલી સવારે વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા અમરેલીના લાઠી, સાંવરકુંડલા, દામનગર સહિતના વિસ્તારોમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ પડ્યો છે વરસાદથી ગામડાઓની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે આ સિવાય બાબરામાં પણ ભારે વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે જસદણ પંથકમાં આટકોટમાં સવારે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે