¡Sorpréndeme!

વિપક્ષ નેતા ધાનાણીએ ખેતરોની મુલાકાત લીધી, સરકાર વિધાનસભા છોડી ક્યારેક ખેતરમાં આવે

2019-07-20 63 Dailymotion

અમરેલી:આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણી વડીયા પંથકમાં ખેડૂતોની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી હતી અને ખેડૂતોની વ્યથા જાણીને દુ:ખ વ્યક્ત કર્યું હતું સરકારને ખેડૂતોના પાક વિમા મુદ્દે રજૂઆત કરશે તેમ વિપક્ષ નેતા ધાનાણીએ જણાવ્યું હતું પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું કે 'અમરેલી જિલ્લામાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો અને દવાની ખરીદી કરી છે વાવણી થઈ ત્યારથી હજુ સુધી વરસાદ પડ્યો નથી જેને લઈને જમીનો સુકાઈ રહી છે મગફળીના ઉભા છોડ સુકાઈ રહ્યાં છે અને કપાસ પણ સુકાઈ રહ્યો છે તેમ છતાં રાજ્ય સરકાર વિધાનસભામાં વાહવાહી કરી રહી છે આંધળી, બેરી અને મુંગી સરકારને મારી એટલી જ વિનંતી છે કે વિધાનસભા છોડી ક્યારેક ખેતરમાં આવે અને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને પાક વિમો ચુકવે'